તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમલપાર્કના મકાનમાં જુગાર રમતા 4 ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના કમલપાર્કમાં આવેલા રહેણાક મકાનમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા ચાર શખ્સોને રોકડ, મોબાઇલ અને બાઇક સહિત રૂપિયા 1,07,110ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા છે.

સુરેન્દ્રનગરના મેઘાણીબાગ રોડ પર આવેલા કમલપાર્કમાં રહેતા તિલકભાઇ વાઘેલાના ઘરે જુગારધામ ચાલતુ હોવાની બાતમીને આધારે શુક્રવારે સાંજે એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, એન.ડી.ચૂડાસમા, નીકુલસિંહ, અજયરાજસિંહ સહિતનાઓએ રેડ કરી હતી. જેમાં મકાન માલીક 60 વર્ષીય તિલકભાઇ બાબુભાઇ વાઘેલા, વાદીપરા શેરી નં. 4માં રહેતા 60 વર્ષીય રાજેશ છબીલદાસ શેઠ, આરાધના સોસાયટીમાં રહેતા 51 વર્ષીય જયેશભાઇ રસીકભાઇ મકવાણા, આનંદપાર્ક સોસાયટીમાં રહેતા 68 વર્ષીય સુરેશભાઇ મણીલાલ શાહ જુગાર રમતા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી પટમાં રહેલા રોકડા રૂપિયા 39,100, રૂપિયા 8 હજારની કિંમતના 4 મોબાઇલ અને રૂપિયા 60 હજારની કિંમતના 3 બાઇક સહિત રૂપિયા 1,07,100નો મુદ્દામાલ ઝડપાયો હતો. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકે ચારેય શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો