તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાનને શ્વાસ ચડતાં રિક્ષામાં દવાખાને લઈ ગયા, કારે ટક્કર મારતાં મોત થયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વઢવાણ તાલુકાના રાજપરમાં રહેતા વ્યકિતને શનિવારે રાત્રે શ્વાસ ચડતા રિક્ષામાં સુરેન્દ્રનગર દવાખાને લઇ જવાતા હતા. જેમાં સુરેન્દ્રનગરની પાણીની ટાંકી પાસે સામેથી આવતી કાર સાથે રિક્ષાનો અકસ્માત સર્જાતા શ્વાસની બીમારીથી પીડાતા વ્યકિતનું જ મોત થયું હતું. જ્યારે આ બનાવમાં રિક્ષા ચાલક સહિત ત્રણ વ્યકિતઓને ઇજા પહોંચી હતી.

વઢવાણ તાલુકાના રાજપરમાં રહેતા માલુભાઇ વસ્તાભાઇ ચાવડાને શનિવારે રાત્રે 12.30 કલાક આસપાસ શ્વાસની તકલીફ થઇ હતી. જેની જાણ તેમના પુત્રને થતા કાકા ભરતભાઇ ચાવડાને લઇને મેહુલભાઇ સોમાભાઇની રિક્ષામાં સુરેન્દ્રનગરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે જતા હતા ત્યારે રાતના 1.30 કલાકની આસપાસ સુરેન્દ્રનગરની પાણીની ટાંકી પાસે સામેથી આવતી કારના ચાલકે બેફીકરાઇથી ચલાવી ધડાકાભેર રિક્ષા સાથે અકસ્માત સર્જયો હતો. બનાવ બાદ તુરંત જ કારચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા માલુભાઇ વસ્તાભાઇને સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હૉસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અકસ્માતમાં અક્ષયભાઇ, ભરતભાઇ ચાવડા અને મેહુલભાઇ સોમાભાઇને પણ ઇજાઓ પહોંચતા દવાખાને લઇ જવાયા હતા. આ બનાવની એ ડિવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાતા કાર ચાલકને શોધવા વધુ તપાસ પીએસઆઇ એમ.ટી.વાળંદ ચલાવી રહ્યા છે.

મૃતક માલુભાઇ વસ્તાભાઇ ચાવડા

એ નકારાત્મક સમાચાર જે

તમને જણાવવા જરૂરી છે

રાજપરથી સુરેન્દ્રનગર દવાખાને જતા હતા
સુરેન્દ્રનગર પાણીની ટાંકી પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો