તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણમાં પીછો કરવાની ના પાડતાં મહિલાને માર માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણના વસ્તડીમાં રહેતા રંભાબેન અજમલભાઇ મેણીયા 10મીએ સાંજે કુદરતી હાજતે જતા હતા. ત્યારે બળદેવભાઇ અંબારામભાઇ તેમની પાછળ જતા હતા. આથી રંભાબેને પાછળ આવવાની ના પાડી હતી. જેના લીધે બળદેવભાઇ અંબારામભાઇ, મેહુલભાઇ અંબારામભાઇ અને રોહીત ઘનશ્યામભાઇએ કુહાડી, લોખંડનો સળીયો અને લાકડી લઇ આવી રંભાબેનને માર માર્યો હતો. આ બનાવમાં વચ્ચે પડેલા બાલુબેનને પણ ઇજા થઇ હતી. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ બીટ જમાદાર બી.એસ.ગોહિલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...