તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં તાપમાનમાં 1 ડિગ્રીના વધારા સાથે 42.3 ડિગ્રી તાપમાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 8 એપ્રિલને સોમવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન 41.3 અને લઘુતમ તાપમાન 25.2 ડિગ્રીએ રહ્યુ હતું. જ્યારે તા. 9 એપ્રિલને મંગળવારે પણ મહત્તમ તાપમાન 41.3 અને લઘુતમ તાપમાન 24.8 ડિગ્રી નોંધાયુ હતું. આમ આ બે દિવસોમાં 2.0 ડિગ્રી તાપમાન ઘટતા લોકોમાં રાહતની લાગણી ફેલાઇ હતી. પરંતુ તા. 10 એપ્રિલને બુધવારે મહત્તમ 42.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24.5 ડિગ્રી નોંધાયુ હતું. આમ બે દિવસ બાદ ફરી તાપમાન ઉંચુ જતાં 1 ડિગ્રીના વધુ તાપ સાથે લોકોને ગરમીનો સામનો કરવો પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...