તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 130 શિક્ષકોની નિમણૂંકની રાજ્ય સરકારે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 130 શિક્ષકોની નિમણૂંકની રાજ્ય સરકારે મંજૂરી આપતા જ જિલ્લા પ્રાથમિક વિભાગ દ્વારા સ્થળ પસંદગી કેમ્પ યોજાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક વિભાગ દ્વારા સોમવારે બીઆરસી ભવન, વઢવાણ ખાતે શિક્ષકોના સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં રાજકોટ, અમદાવાદ, ભાવનગર, સુરત, જામનગર, વડોદરા, પંચમહાલ, મહેસાણા, કચ્છ સહિતના જિલ્લાના ઉમેદવારો હાજર રહ્યા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.એચ.ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના બી.સી.પરમાર સહિતનાઓની હાજરીમાં યોજાયેલા કેમ્પમાં ભાષાના 15, સામાજીક વિજ્ઞાનના 26 અને ગણિત વિજ્ઞાનના 89 શિક્ષકો સહિત 130 શિક્ષકોની ભરતી કરવાની હતી. આ કેમ્પમાં બે શિક્ષકો ગેરહાજર રહ્યા હતા. કેમ્પના અંતે ત્રણ શિક્ષકોએ પોતાનો હક્ક જતો કર્યો હતો. આથી જિલ્લામાં 125 નવા શિક્ષકોની ભરતી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો