તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલાવાડને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા રેલી યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | જિલ્લામાં સરેરાશ વરસાદ કરતા વધુ વરસાદ પડતા હાલ લીલા દુષ્કાળની સ્થિતી પ્રવર્તી રહી છે. તેમાં પણ કમૌસમી વરસાદથી ખેડૂતો બેહાલ બન્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના મુજબ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના મુદ્દે તા. 13 નવેમ્બરના રોજ રેલીનું આયોજન કરાયુ છે. જેમાં રેલી યોજી સુરેન્દ્રનગર જિલ્લાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ કરાશે. આ રેલીમાં જિલ્લાભરમાંથી ખેડૂતોને ઉપસ્થિત રહેવા આહવાન કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...