તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેન્દ્ર સરકારે અસંગઠ્ઠીત ક્ષેત્રના શ્રમયોગીઓ માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

કેન્દ્ર સરકારે અસંગઠ્ઠીત ક્ષેત્રના શ્રમયોગીઓ માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અમલી કરી છે. આ યોજનાનો શુભારંભ કલેકટરના હસ્તે કરાયો હતો. આ યોજનામાં માસીક રૂપિયા 55 થી 200 ભર્યા બાદ 60 વર્ષ પછી માસીક રૂપિયા 3 હજારનું પેન્શન શ્રમયોગીઓને મળનાર છે.

દેશમાં કામ કરતા બાંધકામ શ્રમયોગીઓ, ખેત મજૂરો, રિક્ષા ચાલકો, આશા વર્કરો, મધ્યાહન ભોજન યોજનાના કાર્યકરો, ઘરેલુ કામદારો, આંગણવાડી વર્કરો સહીતના અસંગઠ્ઠીત ક્ષેત્રના કામદારોને 60 વર્ષ બાદ નિશ્ચીત પેન્શન મળી રહે તે માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અમલી કરાઇ છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. રાજેશ, પાલિકા પ્રમુખ વીપીન ટોળીયા, ચેમ્બરના પ્રમુખ માધવીબેન શાહ, પ્રકાશ વરમોરાની હાજરીમાં શહેરના ભાવના રોડવેઝ અને એસ.કે.પી. બેરીંગમાં આ યોજનાનો શુભારંભ સોમવારે કરાયો હતો. આ યોજના મુજબ 18 થી 40 વર્ષ સુધીના શ્રમયોગીઓને માસીક રૂપિયા 55 થી 200 રૂપિયા ભરવાના થાય છે. જયારે 60 વર્ષની ઉંમર બાદ રૂપિયા 3 હજાર નીશ્ચીત પેન્શન મળનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો