તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં NMC બિલ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટનો વિરોધ કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર વઢવાણ ઇન્ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા સરકાર દ્વારા રજૂ કરનાર એનએમસી બીલ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો. તેમજ સાંસદની ઓફિસે ધસી જઇને લેખીત આવેદન પાઠવ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા હેલ્થ કેર સેક્ટરમાં એનએમસી બીલ અને કન્ઝ્યુમર પ્રોટેક્સન એક્ટ 2018 રજૂ કરાઈ રહ્યું છે. જેના વિરોધમાં સુરેન્દ્રનગર અને વઢવાણ ઇન્ડીયન મેડિકલ એસોસીએશને પણ જોડાઇને સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ દેવજીભાઇ ફતેપરાની ઓફિસે જઇને વિરોધ દર્શાવી આવેદન પત્ર પાઠવ્યુ હતું. જેમાં જણાવ્યું હતું કે ડોક્ટરો દ્વારા ચલાવવામાં આવતા એમસીઆઇના બદલે સરકાર દ્વારા લાવવામાં આવી રહેલ એનએમસી બીલ જેમાં નોન મેડીકલ પર્સન દ્વારા સંચાલન કરાશે. જેનાથી અનેક સમસ્યાઓ ઉભી થવાની શક્યતા છે. અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 86ના બદલે કન્ઝ્યુમર પ્રોટેક્સન એક્ટ 2018 અમલમાં આવતા દર્દીઓ પર આર્થિક ભારણ વધવાની શક્યતા છે. તેમજ તેની કમીટીમાં ડોક્ટર નહીં પરંતુ નોનમેડીકલ વ્યક્તિ રાખવાનો પણ વિરોધ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...