તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂરપાણેશ્વરના ત્રાસથી મહાવીર સ્વામીએ મુક્ત કરાવતા અસ્થીગ્રામનું નામ વર્ધમાનપુરી પડ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે આપણે જેને વઢવાણ તરીકે ઓળખીએ છીએ તે પંથક એક સમયે અસ્થીગ્રામ તરીકે ઓળખાતો હતો. અનેક રાજાઓના આક્રમણ અને સત્તા પરિવર્તનનું સાક્ષી બનેલ આ શહેરમાં 2500થી વધુ વર્ષ પહેલા મહાવીર સ્વામી આવ્યા હતા. તે સમયે અસ્થીગ્રામમાં સૂરપાણેશ્વર નામના યક્ષનો ખૂબ જ ત્રાસ હતો. મહાવીર સ્વામી તેની સામે જઇને નીડરતાથી ઉભા રહ્યા અને પ્રવચનો થકી સૂરપાણેશ્વરનું હૃદય પરિવર્તન કરતા લોકો તેના ત્રાસથી મુક્ત બન્યા હતા. અને આથી જ ગ્રામજનોએ સ્થીગ્રામનું નામ બદલી મહાવીર સ્વામીના સંસારી નામ વર્ધમાન પરથી વર્ધમાનપુરી નામ આપ્યુ. જે કાળક્રમે અપભ્રન્શ થતા વઢવાણ તરીકે ઓળખાવા લાગ્યુ હતુ.

ચૈત્ર સુદ 13ના આજના દિવસે જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામીનો 2545મો જન્મ કલ્યાણક દિવસ છે. આજે જે વઢવાણ તરીકે ઓળખાય છે તે શહેર સાથે મહાવીર સ્વામીને ખૂબ જૂનો નાતો છે. અને તેમના તપના આશીર્વાદને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. આજથી 2500 વર્ષ પહેલા આ મલક અસ્થીગ્રામ તરીકે ઓળખાતો હતો. તે સમયના દેવ દ્વાર અને હાલના દેદાદરા ગામમાં દધીચી ઋષીનો આશ્રમ હતો. તે જગ્યા પર મહાવીર સ્વામી રોકાયા હતા. અને લોકોને પ્રવચન આપ્યુ હતુ. જયાંથી વિહાર કરીને વઢવાણ તરફ આવવાના ભાવ થતા લોકોએ તેમને 4 ગાઉ પછી સૂરપાણેશ્વર નામના યક્ષનો ત્રાસ હોવાનું જણાવી ત્યાં જતા રોકાયા હતા. પરંતુ વઢવાણ શહેરમાં વિચરણ કરતા પ્રભુ મહાવીર આવ્યા અને સૂરપાણેશ્વરને પ્રવચન કરતા તેનું હૃદય પરિવર્તન થયુ હતુ. આથી તે સમયે લોકોએ પ્રભુ મહાવીરના સાંસારીક નામ વર્ધમાન પરથી શહેરને વર્ધમાનપુરી નામ આપ્યુ હતુ. જે કાળક્રમે અપભ્રંશ થઇને વઢવાણ થયુ હતુ. પ્રભુ મહાવીર વઢવાણ પધાર્યા ત્યારે સમગ્ર પ્રદેશ ભૃગૃકચ્છના નામે ઓળખાતો હતો. બાદમાં ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન ઇ.સ.પૂર્વે 313માં આવ્યુ હોવાનું ઇતિહાસવીદ્દ ભવાનીસિંહ મોરીએ જણાવ્યુ હતુ.

વઢવાણ ભોગાવામાં મહાવીર સ્વામીના પગલા આજે પણ મોજુદ છે
જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામીના જયાં પગલા થયા તે જગ્યાએ વઢવાણની ભોગાવા નદીમાં હાલ શીખરબંધ જિનાલય બનાવાયુ છે. જેના ગૃર્ભગૃહમાં મહાવીર સ્વામીના પગલા આજે પણ મોજુદ છે. જૈન ધર્મના તહેવારોમાં શ્રાવકો આ જિનાલયમાં જઇ પગલાની ભકિતભાવથી પૂજા કરે છે.

અન્ય સમાચારો પણ છે...