તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાન્ટ આવી પણ ખેડૂતોને મળી નહીં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઝાલાવાડમાં સાંબેલા ધારે ખાબકેલા મેઘાના નીરે સર્વત્ર જળબંબાકાર કરી દીધુ હતુ. ખેડૂતોની મોલાત પાણી સાથે ધોવાણ ગઇ હતી. અને આથી જ સરકારે જિલ્લાના ખેડૂતો માટે અત્યાર સુધીમાં રૂ.187.50 કરોડ રૂપીયાની સહાયની ગ્રાન્ટ ફાળવી છે. જેમાં 1.58 લાખ ખેડૂતોએ અનેક મુશ્કેલીઓ વેઠીને સહાયના ફોર્મ ભર્યા હતા. પરંતુ બાકી રહેલા ખેડૂતોને સહાય મળવામાં નવી મુસીબત સામે આવી છે. સહાય માટેની વેબસાઇટમાં ખામી સર્જાવાને કારણે સહાય આવી ગઇ હોવા છતા 12 હજારથી વધુ ખેડૂતો આજે પણ સહાયથી વંચીત હોવાની ચોકાવનારી વિગતો ભાસ્કરની તપાસમાં બહાર આવી છે. ઝાલાવાડના ખેડૂતો સાથે મેઘો કયારેક રીસાઇને અનાવૃષ્ટી સર્જે છે તો કયારેક ખીજાઇને અતીવૃષ્ટી સર્જે છે. આ વર્ષે ચોમાસામાં સીઝનનો…38 ઇચ વરસાદ થતા સમગ્ર જિલ્લામાં સર્વત્ર

અનુસંધાન પાના નં.3

ટેકનિકલ પ્રશ્ન અંગે ગાંધીનગર જાણ કરી


સરકાર તરફથી ખેડૂતોને ઝડપથી સહાય મળી રહે તે માટે પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બે દિવસ પહેલા રૂ.18 કરોડની ગ્રાંન્ટ આવી ગઇ છે. પરંતુ સહાય માટેની વેબસાઇટમાં થોડી ટેકનિકલી ખામી સર્જાણી છે. શું ખામી છે તે અહીયાથી ખબર પડતી નથી. ખામી બાબતે ગાંધીનગર જાણ કરી દેવામાં આવી છે. ખામી દૂર થયા બાદ તુરંત બાકી ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થઇ જશે. > એચ.ડી.વાદી, ખેતીવાડી અધિકારી

ફોર્મ ભરવા કચેરીના ધકકા ખાઇએ છીએ


અતીવૃષ્ટીમાં વરસાદના પાણીએ પાકનો સોથ વાળી દીધો હતો. નુકસાનીની સહાયના ફોર્મ ભરવા માટે રાત જાગીને કાગળો પુરા કર્યા. બે બે વાર ફોર્મ ભરવા પડયા છે. છતા હજુ સુધી સહાય મળી નથી. અમને કેમ સહાય નથી મળી તે જાણવા માટે હાલ તો કચેરીના ધક્કા ખાઇ રહ્યા છીએ. > અરવિંદભાઇ, ખેડૂત

તપાસમાં ઘણા ખેડૂતોની ખોટી કે અધુરી વિગતો ધ્યાને આવી


બે દિવસ પહેલાં જ રૂ. 18 કરોડની ગ્રાન્ટ આવી હતી, ગાંધીનગરથી ખામી દૂર થયા બાદ જ ખેડૂતોને સહાય મળે તેવી સ્થિતિ

સરકારની વેબસાઇટમાં ખામી સર્જાતાં ધરતીપુત્રોને ધક્કો

{ અતિવૃષ્ટીથી ખેતરોમાં ભરાયેલા પાણીથી પાકને નુકશાન થયુ હતું.

જે ખેડૂતોને સહાય નથી મળી તે ગ્રામસેવકનો સંપર્ક કરે

ફોર્મ ભરવા છતા જે ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થઇ નથી તેવા ઘણા ખેડૂતોના ફોમમાં ક્ષતી કે અન્ય વિગતો ન હોવાને કારણે પણ સહાયની રકમ જમા થઇ ન હોવાનું ખેતીવાડી શાખાના ધ્યાને આવ્યુ છે. આથી ફોર્મ ભરવા છતા જે ખેડૂતો સહાયથી વંચીત રહેલા છે તે ખેડૂતો પોતાના ગામના ગ્રામસેવક પાસે જઇને પોતાના ફોર્મનું સ્ટેટસ જાણી લે તે પણ ખુબ જરૂરી છે.

ખેતીવાડી શાખાની ટીમે તપાસ કરતા એવી વિગતો જાણવા મળી હતી કે કેટલાક ખેડૂતોએ ભરેલા ફોર્મમાં બેંકની વિગતો ખોટી છે. ઘણાના બેંકના આઇએફએસસી કોડ ખોટા છે. તો કેટલાક ખેડૂતોના ખાતા જ બંધ થઇ ગયા હોવાની સાથે એકાઉન્ટ અને નામ મેચ ન થતા હોવાનું પણ ધ્યાને આવ્યુ હતુ. આવા ખેડૂતોનો સંપર્ક કરીને ખુટતી કે અધુરી વિગતો પૂર્ણ કરવા માટેની ખેતીવાડી શાખાની ટીમે કાર્યવાહી શરૂ કરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો