તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચરતી વિમુક્ત જાતિની સંખ્યાની સરકાર પાસે માહિતી નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિચરતી અને વિમુકત જાતી વિકાસ નિગમના અધ્યક્ષ લક્ષ્મણભાઇ પટ્ટણી મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. સુરેન્દ્રનગરના સરકીટ હાઉસમાં યોજાયેલ બેઠકમાં વિચરતી અને વિમુકત જાતીના આગેવાન હર્ષદ વ્યાસે તેમને લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં જન્મના પુરાવાના અભાવે વિચરતી અને વિમુકત જાતીના લોકોને જાતીનું પ્રમાણપત્ર, ઓબીસી પ્રમાણપત્ર, આધારકાર્ડ વગેરે કઢાવવામાં તકલીફ પડતી હોવાનું જણાવ્યુ હતુ. જયારે સરકાર પાસે રાજયમાં સિંહ, વાઘ, ગધેડા કેટલા છે તેની સંખ્યા છે પરંતુ વિચરતી અને વિમુકત જાતિના લોકોની નથી. આથી તેઓની વસ્તી ગણતરી કરી સંખ્યાના આધારે યોજના બનાવવા માંગ કરાઇ છે. આ ઉપરાંત રોજનું કમાઇ રોજ ખાનારા વિચરતી અને વીમુકત જાતીના લોકોને અત્યોંદય રેશનકાર્ડ યોજનામાં પ્રાધાન્ય આપવા પણ માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...