તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝાલાવાડમાં કિસાન સન્માન નીધીના બીજા હપ્તાના પૈસા જમાની શરૂઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાના નીર આવતા ખેડૂત સમૃધ્ધ બન્યો છે. તેમ છતાં ખરા સમયે નર્મદાના નીર ન મળવાની સાથે નાની મોટી મુશ્કેલીની સાથે સતત ઘટતા ભાવો અને મોંઘી થઇ રહેલી ખેતીને કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવા સમયે ખેડૂતોને આર્થિક મદદ થાય તે માટે કેન્દ્ર સરકારે કિસાન સન્માન નીધી યોજના અમલી બનાવી છે. જેમાં 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો પરિવારના દરેક સભ્યને વર્ષે રૂ.2 હજારના 3 હપ્તામાં કુલ રૂ.6 હજારની આર્થીક સહાય આપવાની જાહેરાત કરી છે. સુરેન્દ્રનગર જીલ્લામાં અંદાજે 2.65 લાખ ખેડૂતો છે. જે પૈકી 1.81 લાખ ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી હતી. જે પૈકી મોટાભાગના ખેડૂતના ખાતામાં પ્રથમ હપ્તાના રૂ.2 હજાર આવી ગયા છે. જ્યારે ગુરૂવારે બીજા હપ્તાના રૂ. 2 હજાર પણ ખેડૂતોના ખાતામાં આવવાની શરૂઆત થઇ ગઇ છે.ધીરે ધીરે લાભાર્થીઓના ખાતામાં રકમ જમા થઇ જશે તેવુ અધિકારીઓએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...