તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીકરી લેવા ગયેલા પૂર્વ પતિને પત્નીએ ના પાડતા છરીના ઘા ઝીંકયા હતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર એલઆઇસી ઓફિસ પાછળ આવેલ ચર્ચ કમ્પાઉન્ડમાં રહેતા મનોજભાઇ રોબટભાઇ મેકવાનની પુત્રી ટીંકલે સાત વર્ષ અગાઉ ફિરોદોષ સોસાયટીમાં રહેતા પરવેઝ ઉર્ફે સદ્દામ ઇબ્રાહીમભાઇ ખોજાણી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન તેમને એક બે વર્ષની દિકરી આરીન પણ છે. પરંતુ લગ્ન બાદ બન્નેને મનમેળ ન આવતા છુટાછેડા લીધા હતા. આ દરમિયાન ટીંકલબેનની સગાઇ લીંબડીમાં રહેતા આરીફભાઇ લતીફભાઇ ઘાંચી સાથે થઇ હતી. જેમાં તા. 8ના રોજ પરવેઝભાઇ દિકરી આરનાને મળવા આવ્યા હતા. ત્યારે ટીંકલબેનના હવે બીજે લગ્ન થનાર હોવાથી આરનાની માંગણી કરી હતી. જેની ટીંકલબેને ના પાડતા બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. દરમિયાન ઉશ્કેરાયેલા પરવેઝભાઇએ ટીંકલબેનના ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં તેઓને સારવાર માટે ટીબી હોસ્પિટલ લઇ જવાયા હતા. આ અંગે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીઆઇ એ.એચ.ગોરી, પીએસઆઇ સી.એચ.શુકલ સહિતનાઓએ ફિરદોષ સોસાયટીમાં વોચ રાખી આરોપી પરવેઝ ખોજાણીને પકડી પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો