તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં ફરી ભૂકંપના હળવા આંચકા આવ્યા છે. 6 જાન્યુઆરીએ ચૂડા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં ફરી ભૂકંપના હળવા આંચકા આવ્યા છે. 6 જાન્યુઆરીએ ચૂડા પંથકમાં 1.6 અને તા. 7ના રોજ સાયલા તાલુકામાં 1.8ની તીવ્રતા ધરાવતા આંચકા નોંધાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને ચૂડા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના હળવા આંચકા આવતા ઝાલાવાડના લોકો ચિંતીત થઇ ઉઠ્યા છે. વર્ષ 2001માં જાન્યુઆરી માસ જ આવેલા ભૂકંપમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જાન-માલની ભારે ખુવારી થઇ હતી. ત્યારે ફરી 26 જાન્યુઆરી નજીક આવવાના સમયે ધરા ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સાયલા અને ચૂડા તાલુકામાં બે દિવસમાં ભૂકંપના પાંચ હળવા આંચકા અનુભવાયા છે. જેમાં ચૂડા તાલુકામાં તા. 6ના રોજ બે અને સાયલા તાલુકામાં તા. 7ના રોજ ત્રણ હળવા આંચકા આવ્યા હોવાનું ઇન્સ્ટીટયુટ ઓફ સીસ્મોલોજીકલ રીચર્સ સેન્ટરમાં નોંધાયુ છે.

અન્ય સમાચારો પણ છે...