તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યાત્રાધામ ચોટીલામાં અકસ્માત સર્જનારો કાર ચાલક ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા હાઇવે પર અકસ્માતમાં ધોરાજીના મનસુખભાઈ જાદવભાઈ મકવાણાનું મોત થયુ હતું. અકસ્માત બાદ નાસી છુટેલા અમદાવાદના બોપલમાં રહેતા કાર ચાલક અભિલાષભાઇ અમૃતલાલ ભટ્ટીની ધરપકડ કરાઇ હતી. જેમાં પૂછપરછ દરમિયાન લોકોનાં મારની બીકનાં કારણે તેઓએ ભાગી ગયાનું જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ ચોટીલામાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં નાગરિકો દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે કાર ચાલકો પોતાની કાર પૂરઝડપે દોડાવતા હોવાથી અકસ્માત થવાની સંભાવના વધી જતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...