તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં 181 અભયમની ટીમને 13658 કોલ મળ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જિલ્લામાં 181 અભયમની સેવા કાર્યરત છે. તા. 8 માર્ચે આ સેવાને 5 વર્ષ પૂરા થયા છે. ત્યારે જિલ્લામાં પાંચ વર્ષમાં આ ટીમને 13,658 કોલ મળ્યા છે. જેમાંથી 2702 કેસોમાં ટીમે ધસી જઇ મહિલાઓના પ્રશ્નોનો નીવેડો લાવ્યો હતો.

મહિલાઓને ઘરેલુ હિંહસા તેમજ વિવિધ પ્રકારની મુશ્કેલીના સમયે તાત્કાલીક ધોરણે બચાવ, સલાહ અને માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી કાયદાકીય જાણકારી મળે તે માટે વર્ષ 2015માં 8મી માર્ચે 181 મહિલા અભયમ સેવાની શરૂઆત કરી હતી. આ સેવાને રવિવારે 8 માર્ચે પાંચ વર્ષ પૂરા થયા છે. પાંચ વર્ષના સમયગાળામાં સુરેન્દ્રનગર જિલ્લાની અભયમની ટીમને 13,658 કોલ મળ્યા છે. જેમાંથી 10,956 કેસોમાં ફોન પર પરામર્શ કરી જરૂરી સલાહ સુચન અપાયા હતા. જયારે 2702 કેસોમાં ટીમે ઘટનાસ્થળે ધસી જઇને મહિલાઓની સમસ્યાઓ નીવારી હતી. ઉપરાંત 1687 કેસોમાં આગેવાનો અને કુટુંબના વડીલો સાથે બેઠક કરી પ્રશ્ન હલ કરાયો હતો. જયારે 799 કેસોમાં મહિલાઓની સમસ્યા ગંભીર હોવાથી પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, આશ્રયગૃહ, કાઉન્સેલીંગ સેન્ટર, નારી અદાલતમાં કેસ રીફ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો