તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દળણું દળાવવા નીકળેલી માતા-પુત્રીનું ચમારજ નજીક ટ્રેનની અડફેટે મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર રહેતા પરિવારની પુત્રવધુ અને 2 વર્ષની પુત્રીનું ચમારજ રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે મોત થયું છે. આ બનાવની પોલીસ મથકે જાણ થતા પોલીસે બન્નેના મૃતદેહના પીએમ કરાવી પરિવારને સોંપ્યા છે. મૃતક પરિણીતાનો લગ્નગાળો 4 વર્ષ હોય મોતનું સાચુ કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

લીંબડીમાં રહેતા પરિવારની પુત્રી મીરાબેનના લગ્ન 4 વર્ષ પહેલા સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર રામદેવનગરમાં રહેતા સિદ્ધરાજભાઇ સભાડ સાથે થયા હતા. લગ્નગાળા દરમિયાન તેઓને જ્હાન્વી નામે દિકરી પણ અવતરી હતી. ત્યારે મંગળવારે બપોરે માતા મીરાબેન અને પુત્રી જ્હાન્વીનું સુરેન્દ્રનગરથી ચમારજ જતાં રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે મોત થયું હતું. ત્યારબાદ પસાર થતી ટ્રેનના ડ્રાઇવરે રેલવે પોલીસને જાણ કરી હતી. પરંતુ બનાવ એ ડિવીઝન પોલીસ મથકની હદમાં આવતો હોઇ એ ડીવીઝન સ્ટાફે ધસી જઇ લાશનું પીએમ ગાંધી હૉસ્પિટલ કરાવ્યું હતું. બીજી તરફ દળણુ દળાવવા નીકળેલ માતા-પુત્રી ઘેર ન આવતા પરિવાર હાંફળો ફાંફળો થઇ તપાસ કરવા લાગ્યો હતો.

જેમાં અકસ્માતે માતા-પુત્રીનું મોત થયુ હોવાથી ગાંધી હોસ્પિટલમાં લાશ પડી હોવાની જાણ થતા તુરંત ત્યાં ધસી જતા જોયુ તો મૃતક મીરાબેન અને જ્હાન્વી હતા. બનાવની વધુ તપાસ પીઆઇ કે.એફ.જોગલ ચલાવી રહ્યા છે.

મૃતક માતા મીરાબેન તથા 2 વર્ષની પુત્રી જ્હાન્વી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો