તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હેર સલુનમાં રમાતા ક્રિકેટના સટ્ટાનો પર્દાફાશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના દૂધરેજ રોડ પર આવેલ હેર સલૂનની દુકાનમાં આઇપીએલની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની બાતમીને આધારે ડીવાયએસપી સ્કવોડ અને એ ડીવીઝન પોલીસે દરોડો કર્યો હતો. જેમાં બે શખ્સો રૂપિયા 24 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.

સુરેન્દ્રનગરના દૂધરેજ રોડ પર આવેલ ડીલક્ષ હેર આર્ટની દુકાનમાં આઇપીએલની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની બાતમી પીએસઆઇને મળી હતી. આથી પેટ્રોલીંગમાં સાથે રહેલી ડીવાયએસપીની સ્કવોડના સ્ટાફ સાથે ગુરૂવારે સાંજે રેડ કરી સીતારામ નગરમાં રહેતો ધવલ ઉર્ફે રવી લાંઘણોજા અને આનંદનગરમાં રહેતો વનરાજભાઇ ધનજીભાઇ પંચાસરા ઝડપાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...