તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણ વિકાસ વિદ્યાલય સંસ્થાના પાયાના સ્તંભો એટલે 3 નારીશક્તિ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ શહેરમાં વિકાસ વિદ્યાલયની સ્થાપના 1945 એટલે કે આજથી અંદાજે 74 વર્ષ પહેલા અરૂણાબેન દેસાઇ,પુષ્પાબેન મહેતાએ કરી હતી. નારીશક્તિથી નારીને આગળ લાવવાના મહાન કાર્યમાં હરીચ્છાબેન વૈદ્ય પણ બીડુ ઝડપ્યુ હતુ. સ્વ.પુષ્પાબેન મહેતા ગુજરાત રાજયસભાના સ્પીકર, સરદાર પટેલના સાથી તેમજ સંસદ સભ્ય હતા. જ્યારે સ્વ. અરૂણાબેન દેસાઇએ ધારાસભ્ય પણ બન્યા હતા. અને સ્વ.હરીચ્છાબેન વૈદ્ય વઢવાણ નગરપાલિકાના સભ્ય તરીકે સેવાઓ બજાવી હતી. ત્યારે હાલમાં આ સંસ્થાના પાયાના ત્રણ સ્થંભ તરીકે તેની પૂજાઅર્ચના હાલમાં પણ દિકરીઓ કરી રહી છે. કારણ કે આ સંસ્થા થકી અનેક દિકરીઓએ પોતાની જીંદગીમાં મોટી સિધ્ધીઓ હાંસલ કરી છે. હાલના સમયે વિકાસ વિદ્યાલયમાં 262 દિકરીઓ શિક્ષણ મેળવી રહી છે. આ ઉપરાં સંસ્થાની એમ.એમ.શાહ વિકાસ વિદ્યાલય, સી.યુ.શાહ અધ્યાપન મંદિર (પીટીસી), સી.યુ.શાહ ઇન્સ્ટીટયુટ વગેરેમાં મહિલાઓ અને દિકરીઓ અભ્યાસ કરી રહી છે. જ્યારે વિકાસ વિદ્યાલયમાં પછાતવર્ગની છાત્રાલયમાં 270 દિકરીઓ રહે છે. જ્યારે વિકાસ વિદ્યાલયમાં આવેલી છાત્રાલયમાં 45 દિકરીઓને નિ:શુલ્ક રહે છે. સંસ્થાની બીએડ કોલેજમાં 120, કન્યાની હાઇસ્કૂલમાં 472 દિકરીઓ, હ્યુમન ટ્રેનીંગ સેન્ટરમાં મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ સહિત 58 લોકો તાલીમ લઇ રહ્યાં હોવાનું ટ્રસ્ટના માનદમંત્રી હર્ષદભાઈ એચ.શાહે જણાવ્યું હતુ. જ્યારે થોડા દિવસો પહેલા આ ત્રણ નારીશક્તિને દિકરીઓએ, સંસ્થાના લોકો દ્વારા અશ્રુભીની શ્રધ્ધાંજલી અર્પી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો