તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં ડૉ.બાબાસાહેબની 128મી જન્મજયંતિની ઉજવણી કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં હિતરક્ષક સમિતીના પ્રમુખ ચકાભાઈ પરમાર, ઉપપ્રમુખ હિતેશભાઈ દુલેરા સહિત સમાજના લોકો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયુ હતું. જેમાં શંભુપ્રસાદ ટુંડીયા,ગૌતમભાઇ ગેડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે વઢવાણમાં પણ યુવાનો સહિતના લોકોએ રેલી યોજીને ગેબનશાપીર સર્કલે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી અને કેક કાપીને ઉજવણી કરાઇ હતી. જ્યારે હળવદ સમસ્ત દલિત સમાજ દ્વારા આયોજીત ડો.બાબાસાહેબ આંબેડકરની 128મી જન્મ જયંતિ નિમિત્તે હળવદ મામલતદાર વી.કે.સોલંકી, હળવદ પીઆઈ એમ.આર. સોલંકી સહિત દલિત સમાજના આગેવાનોએ કેક કાપી, પુષ્પાજંલી અર્પીને ઉજવણી કરી હતી. ચોટીલા પંથકના દલિત સમાજના લોકોએ શહેરમાં પોપટપરા,થાન રોડ,ઘાંચીવાડ, બસ સ્ટેશન રોડ,ટાવરચોકથી શાસ્ત્રીનગરમાં આવેલા રામેશ્વર આશ્રમે સભા રૂપે ડો.બાબાસાહેબ આંબેડકરને ફુલહારથી સ્વાગત વિધિ કરવામાં આવી હતી. ચોટીલાના મોલડી ગામ પાસે અકસ્માતમાં અકાળે મોતને ભેટનારા ત્રણ યુવાનોને શ્રધ્ધાજંલી પણ આપવામાં આવી હતી.ધ્રાંગધ્રામાં ડીજે ઢોલ નગારા બેન્ડવાજા અને વિવિધ ફોલ્ટો અને જય ભીમ, બાબાસાહેબ અમર રહો નારા સાથે ભવ્ય શોભાયાત્રા ધ્રાંગધ્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી. અને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનવા માટે ડો.બાબાસાહેબ આંબેડકર યુવા સમીતીના કાર્યકરો દ્વારા કામગીરી કરાઇ હતી. થાન શહેરમાં બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ સમિતિ દ્વારા 128 મી જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા થાન શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા.લખતરમાં ડો.બાબાસાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામા આવ્યુ હતુ. અને રેલી લખતર શહેરના મુખ્ય માર્ગો પર ફરતા મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાયલાના બીઆરસી ભવન પાસે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિએ બર્થડે કેક કાપવામાં આવી હતી. જેમાં ગીરધરભાઇ અઘારા,શિવાભાઈ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. નેશનલ હાઇવે પાસે મુસાફરો, અને વાહનચાલકોને સરબત, અને નાના ભુલકાઓને બિસ્કીટ અને ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે સાયલાના આંબેડકર નગરમાં તાલુકા પંચાયતના ન્યાય સમિતીના પૂર્વ ચેરમેન સુરેશભાઇ મકવાણા સહિત મહિલાઓ અને યુવાનો દ્વારા બાળકોને ભોજન આપવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...