તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણના ખારવા ગોમટા રોડ પર આવેલા ખજુરીવાળા મેલડીમાંનુ મંદિર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વઢવાણના ખારવા ગોમટા રોડ પર આવેલા ખજુરીવાળા મેલડીમાંનુ મંદિર નવનિર્માણ કરાતા તા.23 અને 24 એમ બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ હતુ. જેના પ્રથમ દિવસે 23 ફેબ્રુઆરીએ સવારે 7 થી 1 કલાક દરમિયાન ગણેશ સ્થાપન, દેહશુધ્ધી, મંડપપ્રવેશ, સ્થાપિત દેવ પુજન, માતાજીનો વરઘોડો, જલયાત્રા, નગરયાત્રા, મહાપ્રસાદ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. જ્યારે તા.24 ફેબ્રુઆરીના રોજ 7થી 5 કલાક દરમિયાન 11 કુંડી મહાયજ્ઞ પ્રાણપ્રતિષ્ઠા, મુર્તિપ્રાણપ્રતિષ્ઠા હોમ, મહાપ્રસાદ યોજાયા હતા. રાત્રે 9 કલાકે સંતવાણી યોજાઇ હતી. જેમાં પ્રભાતભાઇ સોલંકી, સુલોચનાબેન વ્યાસ, ભરતભાઇ જાદવ, કૃષ્ણપાલસિંહ પરમાર, ભરતદાન ગઢવી, કનૈયાબાપુ, કાળુભાઇ રાવળદેવ સંતવાણીની રજૂઆત કરી હતી. આ આયોજનને સફળ બનાવવા મુન્નાભાઇ જોષી, પંકજભાઇ ત્રિવેદી, દર્શનભાઇ ત્રિવેદી સહિત ત્રિવેદી પરીવાર અને સમસ્ત બ્રહ્મસમાજ સુરેન્દ્રનગર પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો