સુરેન્દ્રનગરનો શખ્સ કોઈને કહ્યા વગર ચાલ્યો ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂના હાઉસીંગ બોર્ડ, બ્લોક નં. 7, મહાદેવના મંદિર પાછળ સુરેન્દ્રનગરમાં રહેતા અનિલભાઈ રામજીભાઈ ગ્રાંભડીયાની રૂમની પાછળના રૂમમાં અલગ તેમના નાના ભાઈ 58 વર્ષના અને સિલાઇ કામ કરતા રાજેશભાઈ રહેતા હતા.તેઓ ઘણા લાંબા સમયથી ટીબીની બીમારીથી પીડાતા માનસીક રીતે બીમાર રહેતા હતા. અને તેઓની સારવાર ચાલુ હતી. પરંતુ તા. 8 માર્ચને 2019ના રોજ ઘરમાં કે કોઇને પણ કીધા વગર રાજેશભાઈ ક્યાંક ચાલ્યા ગયા હતા. તેઓના પરિવારજનોએ ઘણી શોધખોળ કરવા છતાં કોઇ ભાળ મળી ન હતી. આથી અનિલભાઇએ રાજેશભાઈ ચાલ્યા ગયાની જાણવાજોગ લેખિત ફરિયાદ સુરેન્દ્રનગર સિટી બી-ડિવીઝન પોલીસ મથકે નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...