તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરના મકાનમાંથી દારૂ સાથે 2 ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ ટીમ રવીવારે રાતના સમયે શહેરમાં પેટ્રોલીંગ કરી રહી હતી. આ સમયે ડી સ્ટાફના ધનરાજસિંહ વાઘેલાને વિદેશી દારૂ અંગેની બાતમી મળી હતી. આથી પીઆઇ એ.એચ.ગોરીની સૂચનાથી પીએસઆઇ સી.એચ.શુકલ સહિત સર્વેલન્સ ટીમે દરોડો કર્યો હતો. જેમાં મહેતા માર્કેટમાં સંઘવી કીમામના ડેલામાં આવેલા રહેણાક મકાનમાંથી વિદેશી દારૂ સાથે ધર્મેન્દ્ર ઉર્ફે પીન્ટુ રમેશભાઇ શાહ અને પાર્થ સતીષભાઇ રાઠોડ વિદેશી દારૂની 45 બોટલો કિંમત રૂપિયા 18 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. તપાસમાં આ બન્ને શખ્સો ગોપાલભાઇ શીવાભાઇ સાથે ભાગીદારીમાં વિદેશી દારૂનો ધંધો કરતા હોવાનું તથા ખોડુના બાબુભાઇ મગનભાઇ પાસેથી દારૂ લાવતા હોવાનું ખૂલ્યુ હતુ. આથી ચારેય સામે તપાસ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો