તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર હનીટ્રેપનો મુખ્ય આરોપી 1 દિવસના રીમાન્ડ પર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરમાં સમોસાના વેપારીને હનીટ્રેપની જાળમાં ફસાવી મરવા મજબૂર કરવાના કેસનો મુખ્ય આરોપી પોલીસના હાથે ઝડપાયો હતો. આ શખ્સને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એક દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ તેના બે મોબાઇલ અને ગુનામાં વપરાયેલ કાર પણ જપ્ત કરાઇ છે.

સુરેન્દ્રનગરમાં રહેતા અને સમોસાના વેપારી કનકસિંહ મકવાણાને હનીટ્રેપની જાળમાં ફસાવી મરવા મજબૂર કરવાના કેસનો મુખ્ય આરોપી શકિત મનોજભાઇ બાજીપરા પેરોલ ફર્લોની ટીમના હાથે ઝડપાઇ ગયો હતો. આ શખ્સને એ ડીવીઝન પોલીસના હવાલે કરાતા પીએસઆઇ ટી.ડી.બુડાસણા, દિનેશભાઇ સાવધરીયા સહિતનાઓ દ્વારા તેને ગુરૂવારે સાંજે કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં કોર્ટે તેના બે દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ હનીટ્રેપના સમયે તા. 17-4-19ના રોજ વપરાયેલી કાર અને બે મોબાઇલ પણ પોલીસે જપ્ત કર્યા છે.

રોગના હાઇરિસ્ક ઝોન ગણાતા પાટડીમાં ગટરો ઊભરાંતા ગંદકી
ગટરો મુદ્દે રહીશો દ્વારા પાલિકામાં રજૂઆતો કરાઇ
ભાસ્કર ન્યૂઝ । પાટડી

પાટડી અંબિકાનગર અને શ્રીનાથજી સીટી વચ્ચેના ચોકમાં તથા જમાદારવાસ, માતૃવંદના સોસાયટી અને રાવળવાસમાં તહેવારો ટાણેં જ ગટરો ઉભરાતા ઘેર-ઘેર માંદગીના ખાટલા છે. આ અંગે રહિશો દ્વારા પાલિકામાં પણ રજૂઆતો કરવા છતાં પરિસ્થિતિ જૈસે થે હાલતમાં જ છે. બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા પાટડી પથંકને તાવ અને ઝાડા ઉલ્ટી સહિતના રોગચાળા માટે હાઇ રીસ્ક ઝોનમાં સમાવેશ કરવામાં આવેલો છે. પાટડીના જીન રોડ પર અંબિકાનગર અને શ્રીનાથજી સીટી વચ્ચે ગટરો ઉભરાવવાના લીધે પારાવાર ગંદકીના લીધે મચ્છરનો ઉપદ્રવ વધતા આ વિસ્તારમાં તાવ અને ઝાડા ઉલ્ટી સહિતના રોગચાળાએ માથું ઉચક્યું છે. આ વિસ્તારના રહિશો દ્વારા પાટડી નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરાતા નગરપાલિકા દ્વારા ગટર રીપેરીંગ વાળાને મોકલીને કામ પણ કરાવાય છે. પરંતુ થોડા દિવસ બાદ પરિસ્થિતિ પાછી જેસે થે હાલતમાં જ થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...