તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરુવારે 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સમગ્ર રાજયમાં સુરેન્દ્રનગર જિલ્લો દર ઉનાળે સૌથી ગરમ રહે છે. જેના કારણે દર વર્ષે આ સિઝનમાં આબાલ-વૃધ્ધો સાથે સાથે પશુપંખીઓને પણ અસહ્ય ગરમીનો સામનો કરવો પડે છે. માર્ચમાં તેમજ એપ્રિલની શરૂઆતમાં જ 43 ઉપર ડિગ્રી તાપમાન રહેતા લોકો ગરમીથી બચવા પ્રયાસો કરી રહ્યાં છે. પરંતુ તા. 8 એપ્રિલને સોમવારના રોજ 41.3 ડિગ્રી, તા. 9 એપ્રિલે 41.3 તેમજ 10 એપ્રિલે 42.3 ડિગ્રી તાપમાન રહેતા લોકોમાં થોડીઘણી રાહત ફેલાઇ હતી. આ ઉપરાંત તા. 11 એપ્રિલને ગુરૂવારના રોજ મહત્તમ 42.4 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 25.7 ડિગ્રી નોંધાયુ હતું. ત્યારે આ દિવસ તાપમાનમાં 0.1 ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...