સુરેન્દ્રનગર જિલ્લામાં 5 દિવસમાં 4.3 ડિગ્રીનો વધારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીના કારણે લોકો ઠુઠવાયા છે. ત્યારે ચાર-પાંચ દિવસો દરમિયાન વાતાવરણમાં એકાએક ફેરફાર સાથે ગરમીનો પારો ઉંચો જતો ધ્યાને આવ્યો છે. જેના કારણે તા. 14 ફેબ્રુઆરીને શુક્રવારે જિલ્લામાં લઘુતમ 18.5 તેમજ મહત્તમ 32.0 ડિગ્રીએ તાપમાન રહ્યુ હતુ. અને આ દિવસો દરમિયાન 4.3 ડિગ્રી વધુ જોવા મળતા લોકોએ ધીમી ગતિએ પંખાઓ અને એસી ચાલુ કરીને બફારામાંથી રાહત મેળવી હતી.

છેલ્લા 5 દિવસોના તાપમાનની સુરેન્દ્રનગર ડિઝાસ્ટર કંટ્રોલની કચેરીએ પ્રાપ્ત માહિતી મુજબ તા. 10 ફેબ્રુઆરીએ 13.5 અને 29.2, તા. 11મીએ15.2 અને 32.3, તા. 12 મીએ 16.5 અને 33.8 તાપમાન નોંધાયુ હતુ. આ ઉપરાંત તા. 13 ફેબ્રુઆરીએ 19.5 અને 33.5 તેમજ તા. 14 ફેબ્રુઆરીને શુક્રવારે લઘુતમ તાપમાન 18.5 અને મહત્તમ તાપમાન 32.0 ડિગ્રી નોંધાયુ હતુ. આમ આ દિવસ દરમિયાન જિલ્લાવાસીઓને 4.3 ડિગ્રી વધુ તાપમાનનો સામનો કરવો પડ્યો હતો.

10મીએ 13.5 અને શુક્રવારે 18.5 રહ્યું

લોકોને બફારા સાથે ગરમીનો અહેસાસ

_photocaption_સુરેન્દ્રનગર ડિઝાસ્ટર કચેરી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...