તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર શહેર મહિલા કોંગ્રેસે સોમાભાઇ પટેલનું પૂતળા દહન કર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના ધારાસભ્ય સોમાભાઇ પટેલે રાજ્યસભાની ચૂંટણી સમયે જ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે. ત્યારે તેમના રાજીનામાના વિરોધમાં મહિલા કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોએ તેમના કાર્યલય પર બંગડીઓ મુકી ઉગ્ર સુત્રોચ્ચાર સાથે રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી સોમાભાઇના પુતળાનું દહન કર્યું હતું.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઇને તોડજોડની નીતી ચાલી રહી છે અને કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે જેમાં લીંબડીના કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઇ ગાંડાભાઇ પટેલે રાજીનામુ આપતા જિલ્લાના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે.અને ધારાસભ્યો કરોડો રૂપિયામાં વેચાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેને લઇને કોંગ્રેસી કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને સુરેન્દ્રનગર મહિલા કોંગ્રેસ પ્રમુખ ઇલાબા ઝાલા,ગીરીરાજસિંહ ઝાલા, રૂપાબેન,કુરેશીભાઇ, રણજીતસિંહ ઝાલા, શક્તિસિંહ ઝાલા, નિર્મલાબેન ખેર સહીતનાઓ દ્વારા સોમાભાઇના કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કાર્યાલયે બંગડીઓ મુકી રસ્તા પર ચક્કાજામ કર્યો

_photocaption_કોંગ્રેસના કાર્યકરોએ સોમાભાઇના પુતળાનું દહન કરી રસ્તો ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.*photocaption*
અન્ય સમાચારો પણ છે...