Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડમાં શૌચાલયની વ્યવસ્થા હોવા છતાં મુસાફરો જાહેરમાં જ લઘુશંકા કરે છે
સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં તહેવારોને લઇને મુસાફરોની ભીડ જામી છે. ત્યારે કેટલાક લોકો તેમજ મુસાફરો હંગામી સ્ટેશન સામે જ જાહેરમાં શૌચક્રિયા કરતા હોવાથી મુસાફર મહિલાઓમાં રોષ ફેલાયો હતો. જ્યારે આ બાબતે લોકોએ જ સમજીને બસ સ્ટેશનાં આવી પ્રવૃતિ ન કરવી જોઇએ તેમ તંત્રે જણાવ્યુ હતુ.
સુરેન્દ્રનગર શહેરમાં એસટી તંત્ર દ્વારા જુનુ બસ સ્ટેશન પાડીને નવુ બનાવવાનું કામ ચાલી રહ્યુ છે. ત્યારે મુસાફરોની સુવિધા માટે હાલમાં હંગામી બસ સ્ટેશનમાંથી લોકો બસોની સુવિધાથી મુસાફરી કરી રહ્યાં છે. આ સ્ટેશનમાં 12 હજારથી વધુ દરરોજ મુસાફરો આવ-જા કરે છે. પરંતુ હાલમાં તહેવારોના દિવસો હોવાથી આ સંખ્યા વધુ જોવા મળી રહી છે. ત્યારે આ સ્ટેશનાં શૌચક્રિયાઓ માટેની સુવિધા હોવા છતાં અહીં આવતા લોકો તેમજ મુસાફરો આ સ્ટેશનના પ્લેટફોમની સામે જ જાહેરમાં શૌચક્રિયા જેવી ક્રિયાઓ કરતા હોવાથી અહીં પરિવારો સાથે આવતી મુસાફર મહિલાઓમાં રોષ ભભૂકી
ઉઠ્યો હતો.
આ અંગે બસ સ્ટેશનમાં આવેલા કાંતાબેન, રાધાબેન,સરોજબેન વગેરે જણાવ્યું કે, આ લોકોને શરમ જેવો છાંટો છે કે નહી,તમારા ઘરની સામે આવુ કરતા હોય તો. અહીં બહેન-દિકરીઓ સહિત મોટી ઉંમરની મહિલાઓ પણ આવતી હોય છે. આથી આવી જાહેરમાં થતી પ્રવૃતિ બંધ કરાવવી જોઇએ. બીજી તરફ આ સ્ટેશનમાં બે વોચમેન તેમજ રૂ. 50નો દંડનો નિયમ છે તેમ છતા આ પ્રવૃત્તિએ માજા મુકી છે.ત્યારે આવા લોકોને દંડ કરવા સહિતની કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.
જાહેરમાં થતી આવી પ્રવૃતિ બંધ કરાવવી જોઇએ : મુસાફર મહિલાઓ
_photocaption_સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં આવેલા હંગામી સ્ટેશનના પ્લેટફોમની સામે જ જાહેરમાં શૌચક્રિયાઓ કરતા લોકોથી મહિલાઓમાં રોષ ફેલાયો હતો.*photocaption*