તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર જિલ્લામાં સુરજનારાયણ અગન જવાળાઓ વરસાવી રહ્યા હતા. તાપમાનનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં સુરજનારાયણ અગન જવાળાઓ વરસાવી રહ્યા હતા. તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોચી ગયો હતો. ત્યારે સોમવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધોમધખતા તાપની જગ્યાએ આકાર વાદળોથી ઘેરાઇ ગયુ હતુ.

બીજી બાજુ હવામાં ઘુળની ડમરીઓ ઉડતી હોય તેવો માહોલ સર્જાઇ ગયો હતો. સાયકલોનની અસરને કારણે રાજસ્થાનની ડમરીથી અહીયા વાતાવરણ ધુળીયુ બન્યુ હોવાનું હવામાન ખાતાનું માનવુ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીના ચડતા પારાની બાબતમાં રાજયના ટોપ 5માં આવતો રહે છે. પરંતુ સોમવારે સમગ્ર જિલ્લાનું વાતાવરણ બદલાઇ ગયુ હતુ. સવારથી જ આકાશમાં વાદળો છવાઇ જવા સાથે ઠંડો પવન ફુકાવા લાગ્યો હતો. શહેરમાં સામાન્ય રીતે વર્તમાન સમયે 43 ડિગ્રી જેટલુ તાપમાન પહોચી જાય છે. ત્યારે સોમવારે તેમા અચાનક ઘટાડો થતા તાપમાન 37 ડિગ્રીએ પહોચી જતા 5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. આથી લોકોએ ગરમીમાં રાહતની લાગણી અનુભવી હતી. શહેરમાં આમ દિવસોમાં પવનની ગતી 4 થી 6 કિમી સુધીની રહેતી હોય છે પરંતુ સોમવારે તેમાં અચાનક વધારો થતા પવનની ઝડપ 10 કિમી સુધી પહોચી ગઇ હતી. આમ તાપમાનમાં ઘટાડા સાથે પવનની ગતીમાં 5 કિમીનો વધારો થઇ જતા ઘુડની ડમરી ઉડતી હોય તેવો માહોલ સર્જાયો હતો. આ બાબતે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને કારણે સાયકલોનની સ્થીતી સર્જાઇ છે.

અન્ય સમાચારો પણ છે...