Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધો.5 થી8ના નાપાસ વિદ્યાર્થીઓને વર્ગ બઢતી નહીં મળે, 2 માસ શિક્ષણ આપી કસોટી લેવાશે
સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 26 માર્ચથી પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરિક્ષાઓનો પ્રારંભ થનાર છે. જિલ્લાના 1,58,574 વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે. બોર્ડે આ વર્ષે નવો પરિપત્ર કરીને ધો. 5 થી 8માં પાસ ન થનાર વિદ્યાર્થીઓને વર્ગ બઢતી ન આપવાનો નિર્ણય કરાયો છે. જેમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને બે માસ ઉપચારાત્મક શિક્ષણ આપી પરિક્ષા લઇ ગ્રેડ વધે તો વર્ગ બઢતી અપાશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરિક્ષાઓ ચાલી રહી છે. ત્યારે શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓમાં પરિક્ષા અંગેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 26 માર્ચથી ધો. 3 થી 8ના વિદ્યાર્થીઓની પરિક્ષાઓ શરૂ થશે. આ વર્ષથી પરિક્ષા બાદ તુરંત આગામી સત્રનું શૈક્ષણિક કાર્ય શરૂ થનાર હોવાથી વહેલી પરિક્ષાઓ લેવાનું આયોજન કરાયુ છે. સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમીક શિક્ષણાધીકારી એચ.એચ.ચૌધરીએ જણાવ્યુ કે,શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડીને ધો. 5 થી 8માં 35 ટકાથી ઓછા ગુણ લાવનાર એટલે કે, નાપાસ થનાર વિદ્યાર્થીઓને વર્ગ બઢતી ન આપવાનો નિર્ણય કર્યો છે. જોકે, પરિણામ બાદ બે માસ આવા વિદ્યાર્થીઓને ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવીને તેમની કસોટી લઇને જો ગ્રેડ સુધરે તો વર્ગ બઢતી મળનાર છે. આ ઉપરાંત પેપરોનું 100 ટકા બાહ્ય મુલ્યાંકન કરવાનો આદેશ પણ થયો છે. જેમાં જે ધોરણ અને વિષય ભણાવતા હોય તે શિક્ષકને પેપર ચકાસવા ન દઇ અન્ય શાળાના તે ધોરણ અને વિષયના શિક્ષકોને પેપર ચકાસણી માટે આપવાના રહેશે. પ્રાથમિક શાળાઓના ધો. 5 થી 8ના વિદ્યાર્થીઓનું પરિણામ તા. 15 એપ્રિલના રોજ તથા અન્ય ધોરણોનું પરિણામ તા. 18 એપ્રિલના રોજ જાહેર થશે.
નોંધનીય છે કે, જિલ્લાના 1,58,574 વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે. બોર્ડે આ વર્ષે નવો પરિપત્ર કરીને ધો. 5 થી 8માં પાસ ન થનાર વિદ્યાર્થીઓને વર્ગ બઢતી ન આપવાનો નિર્ણય કરાયો છે.
જિલ્લામાં તા.26 માર્ચથી પ્રાથમિક શાળાઓમાં પરિક્ષાનો પ્રારંભ
પ્રા.શાળાના બાળકો
ધોરણ વિદ્યાર્થીઓની સંખ્યા
1 20,901
2 20,815
3 20,240
4 19,697
5 20,713
6 17,293
7 20,352
8 18,563
કુલ 1,58,574