તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિઠ્ઠલગઢ પાસે બસમાં પંચર, પરિક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ અટવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર થી અમદાવાદ માટે લોકરક્ષક ભરતી બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને લઇ જતી બસમાં વિઠ્ઠલગઢ પાસે પંચર પડ્યુ હતું. આથી વિદ્યાર્થીઓને દોઢ કલાક સુધી રઝળી પડ્યા હતા ત્યાર બાદ તંત્ર દ્વારા અન્ય બસ ફાળવતા અંતે વિધાર્થીઓને અમદાવાદ રવાના કરાયા હતા.

સુરેન્દ્રનગરના વિધાર્થીઓને લોકરક્ષક ભરતી બોર્ડની પરીક્ષા આપવા માટે અમદાવાદ, મોરબી, રાજકોટ સહિતના સેન્ટરો ફાળવાયા છે. જેના માટે તંત્ર દ્વારા બસો ફાળવી વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કર્યા બાદ નિશુલ્ક લઇ જવાય છે.

શનિવારે સુરેન્દ્રનગરથી અમદાવાદ પરીક્ષા આપવા માટે જતા વિદ્યાર્થીઓને લઇ નિકળેલી બસ લખતર રૂટ પરથી પસાર થઇ રહી હતી. તે દરમિયાન વિઠ્ઠલગઢ પાસે બસમાં ખીલો ખુંપી જતા પંકચર પડી ગયુ હતું. જ્યારે એસટી તંત્રને આ બનાવની જાણ કરતા દોઢ કલાક અન્ય બસ આવતા વિદ્યાર્થીઓને અમદાવાદ જવા રવાના કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...