Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગરમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવના લાભાર્થે કથા યોજાઈ
સુરેન્દ્રનગર તોપવાળા મેલડીમાં સમસ્ત સેવકગણ દ્વારા 17 મા સમુહ લગ્નોત્સવના લાભાર્થે ભવ દેવી ભાગવત કથાનુ આયોજન કરાયુ છે. જેમાં વિવિધ પ્રસંગોની ઉજવણી સાથે ધાર્મિક કાર્યક્રમનું કરાતા મોટી સંખ્યામાં લોકોએ દર્શન લાભ લીધો હતો. જ્યારે આ કથાની પુર્ણાહુતી સાથે આજે મહેતા માર્કેટ આવેલ તોપવાળા મેલડીમાંની જગ્યાએ સમુહ લગ્નોત્સવ યોજાશે.
સુરેન્દ્રનગરના મહેતા માર્કેટ સ્થિત તોપવાળા મેલડીમાં સમસ્ત સેવક ગણ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે સમુહલગ્નોત્સવનું આયોજન કરાયુ છે. આ સમુહ લગ્નોત્સવના લાભાર્થે આ વર્ષે દેવી ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું પણ આયોજન કરાયુ છે. આથી તા.7 થી 15 માર્ચ દરમિયાન લુહાણા સમાજની વાડી બાલા હનુમાન મંદિર સામે કથા યોજાતા બાળ વિદુષી રતનબેન ગુરૂશ્રી ભાવેશ્વરી માતાજી રામધન આશ્રમ મોરબી વાળાએ કથા સ્થાને કથા રસપાન કરાવી રહ્યા છે. આ કથામાં પોથીયાત્રા, અંબાજી પ્રાગટ્ય, શાકંભરી પ્રાગટ્ય, ચામુંડા પ્રાગટ્ય, મેરૂ ઉત્સવ, શિવ-શક્તિ વિવાહ, ખોડિયારમાં પ્રાયટ્ય સહિતના પ્રસંગો અને ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરાઇ છે. જ્યારે આજે રવિવારના રોજ કથાથી પુર્ણા હુતીબાદ તોપવાળા મેલડી માં મંદિર મહેતા માર્કેટમાં સર્વજ્ઞાતી સમુહલગ્નોત્સવ યોજાશે જેમાં હિન્દુ, મુસ્લીમ સહિત સમાજના 51 નવ દંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે. આ આયોજનને સફળ બનાવવા સમસ્ત તોપવાળા મેલડીમાં સેવક મંડળ પ્રયાસ કરી રહ્યા છે.
આજે કથાની પુર્ણા હુતી સાથે સમૂહ લગ્નોત્સવ યોજાશેે
_photocaption_સુરેન્દ્રરનગરમાં સર્વજ્ઞાતિ સમુહલગ્નોત્સના લાભાર્થે આયોજીત દેવીભાગવત કથા જ્ઞાન યજ્ઞમાં વિવિધ પ્રસંગોની ઉજવણી કરાઇ હતી.*photocaption*