મોટા મઢાદ ખનીજ ખનનમાં ઝડપાયેલ લોડરની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ તાલુકાના મોટા મઢાદમાં જોરાવરનગર પોલીસ અને ખાણ ખનીજની ટીમે માર્ચ માસમાં દરોડો કરી રૂપિયા 3.41 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવમાં સીઝ કરાયેલ રૂપિયા 10 લાખની કિંમતનું લોડર બહુમાળી ભવનના કમ્પાઉન્ડમાંથી ચોરી થઇ ગયું છે. આ અંગે લોડરના માલીક સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

મોટા મઢાદના સરપંચે ગામમાં ખનીજચોરી અંગેની ફરિયાદ કરતા અમુક લોકોએ તેમને માર્ચ માસમાં માર માર્યો હતો. આ બનાવની પોલીસ ફરિયાદ થતા જ જોરાવરનગર પોલીસ અને ખાણ ખનીજ વિભાગની ટીમે 6 માર્ચે મોઢા મઢાદમાં દરોડો કર્યો હતો. જેમાં 3 ડમ્પર, 2 હિટાચી, ડ્રીલર મશીન, ટ્રક, લોડર અને ખનીજ સહિત રૂપિયા 3.41 કરોડનો મુદ્દામાલ ઝડપાયો હતો.

આ દરોડામાં જપ્ત કરાયેલ વાહનો સીઝ કરીને બહુમાળી ભવનના કેમ્પસમાં મૂકાયા હતા. જ્યાં 18 માર્ચે રૂપિયા 10 લાખની કિંમતનું જહોન ડીયર કંપનીનું લોડર જોવામાં નહીં આવતા ખાણ ખનીજ વિભાગે તપાસ કરી હતી.

જેમાં લોડરના માલીક વઢવાણ તાલુકાના ટુવા ગામના લધુભાઇ ભુરાભાઇ કોડીયા હોવાનું ખૂલતા જોરાવરનગર પોલીસ મથકે લધુભાઇ અને અન્ય તપાસમાં ખૂલે તે શખ્સો સામે સીઝ કરવામાં આવેલા લોડરની ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એ.વી.દવે ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...