તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર જિલ્લામાં 7 માર્ચથી ધો. 10 અને ધો. 12ની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં 7 માર્ચથી ધો. 10 અને ધો. 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાની તૈયારીઓને અંતીમ ઓપ અપાઇ રહ્યો છે. બુધવારે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક કલેક્ટર કે.રાજેશના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. બોર્ડની પરીક્ષાઓમાં સાયલાની નાનચંદ્રજી શાળા અને પ્રાથમિક શાળા નં. ર તથા રાજસીતાપુરની કુમાર પ્રાથમિક શાળામાં સીસીટીવી કૅમેરા નથી. પરંતુ હાલ ત્યાં ભાડેથી કેમેરા મૂકી જિલ્લામાં 100 ટકા સીસીટીવી યુક્ત પરીક્ષા સ્થળે પરીક્ષા લેવાય તેવું આયોજન કરાયું હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી એસ.એમ.બારડે જણાવ્યું હતું.

આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં પરીક્ષા સમયે કાયમ ચોરી ગેરરીતી માટે પંકાયેલા થાન અને મૂળીના 8 પરીક્ષા સ્થળે આર્મીના જવાનો મૂકવાનું પણ આયોજન કરાયું છે. પરીક્ષા માટે ધો. 10માં બે ઝોન તથા ધો. 12માં એક ઝોન રખાયો છે. જેમાં ધો. 10માં નીકુભા પરમાર અને બી.સી.સોનગરા તથા ધો. 12ના ઝોન ઇન્ચાર્જ તરીકે બી.એન.જોશીની નિમણૂંક કરાઇ છે. પરીક્ષા દરમિયાન ગાંધીનગરથી ફલાઇંગ સ્કવોડ પણ ગમે ત્યારે ચેકિંગ કરવા આવનાર હોવાનું જિલ્લા શિક્ષણ વિભાગે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો