તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થાનના ખ્યાતનામ તરણેતર ખાતેથી રાજ્યની જળસંચય યોજનાનો આરંભ કરાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થાનના તરણેતર ખાતેથી સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જિલ્લામાં રૂપિયા 4 કરોડથી વધુના ખર્ચે 400થી વધુ તળાવો ઉંડા ઉતારવાની કામગીરી હાથ ધરાશે. અને ચોમાસામાં પુરતો વરસાદ થશે તો 17.65 લાખ ઘનફુટ પાણીના જથ્થો વધુ સંગ્રહ થઇ શક્શે. કાર્યક્રમને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભાવિ પેઢીને દુષ્કાળના ઓછાયાથી દુર રાખવા સરકાર પુરતા પ્રયત્નો કરી રહી હોવા છતાં કોંગ્રેસ ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે કારણ કે તેમના શાસનમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઇ થયું નહતું. યોજનામાં લોકભાગીદારીમાં સુરસાગર ડેરીના ચેરમેન બાબાભાઇ ભરવાડે રૂ. 51 લાખના લોકફાળાનો ચેક અર્પણ કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લાના સાંસદ દેવજી ફતેપરા, વઢવાણના ધારાસભ્ય ધનજી પટેલ, દિલીપ પટેલ, થાન પાલિકા પ્રમુખ વિજય ભગત, ડૉ.અનિરૂધ્ધસિંહ પઢીયાર, જગદીશ મકવાણા, હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

ઝાલાવાડમાં રૂ. 4 કરોડના ખર્ચે 400 તળાવ ઊંડા ઉતારાશે, સૌથી વધુ સુરસાગર ડેરીએ રૂ. 51 લાખના ચેકથી લોકફાળો આપ્યો
કાર્યક્રમની સાથે સાથે
મુખ્યમંત્રી તરણેતરના તળાવને બદલે પહેલા ત્રિનેશ્વર મંદિરે જતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી

મુખ્યમંત્રીએ નાળીયેર વધેરતા ઉભું ફાટ્યું સારા શુકન થયાની લોકવાયકા

એસટી હડતાળને લઇને ખાનગી ટ્રાવેલ્સો અને પીકઅપ, ટ્રેક્ટર સહીતના વાહનોમાં લોકોને લાવવામાં આવ્યા હતા

9.50 કલાકે થોડી વાર માટે માઇક બંધ થઇ જતાં લોકોમાં ગણગણાટ શરૂ થઇ ગયો હતો

મુખ્યમંત્રી આવ્યા બાદ અડધો કલાક બાદ સભામંડપમાં પુરતી સંખ્યા થઇ હતી

ભ્રષ્ટાચાર માટે વગોવાયેલી જળસિંચાઇ યોજના અંગે CM બોલ્યા, કમળો હોય તેને પીળંુ દેખાય
થાનના તરણેતરમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં દર્શન કરી મુખ્યમંત્રીએ સુજલામ સુફલામ જળ અભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો.

જળસંચયની ગ્રાંટમાં સરકારે 10 ટકાનો વધારો કર્યો
ગત વર્ષે જળસંચય અભિયાનમાં 50 ટકા ગ્રાન્ટ સરકાર આપતી હતી અને 50 ટકા લોકભાગીદારીથી ખર્ચ કરવામાં આવતો હતો. જેમાં ચાલુ વર્ષે સરકારે 10 ટકાનો વધારો કરતા 60 ટકા ગ્રાન્ટ સરકાર આપશે અને 40 ટકા લોકભાગીદારીથી ફાળો એકઠો કરવામાં આવશે.

ખેડૂતો બે મહિના સુધી તળાવમાંથી કાંપ લઇ જઇ શકશે
તળાવો ઉંડા ઉતારવા માટે તંત્ર દ્વારા ખોદકામ કરવામાં આવશે ત્યારે તળાવોમાંથી નીકળતી ફળદ્રુપ માટી એટલે કે કાંપ ખેડૂતોના ખેતરમાં ખૂબ ઉપયોગી થઇ શકે છે. આથી પરિપત્ર જાહેર કરી બે માસ સુધી ખેડૂતોને કાંપ લઇ જવાની છૂટ આપી છે.

જનમેદની દેખાડવા બાળકોને ખુરશીઓમાં બેસાડી દીધા
આ કાર્યક્રમ સવારનો હોય તંત્ર પુરતી જનમેદની એકઠી કરી ન શકતા સભામંડપ ભરેલો બતાવવા નાના બાળકોને વચ્ચેની ખુરશીઓમાં બેસાડી દેવામાં આવ્યા હતા જોકે તેમ છતાં 20 ટકાથી વધુ ખુરશીઓ ખાલી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો