તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરમાં આજથી સદ્ ભાવના સંમેલનનો પ્રારંભ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનવધર્મ સેવા સંસ્થા દ્વારા દેશભરમાં બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, કુદરતી આફતો સમયે રાહતકેમ્પ, વસ્ત્ર વિતરણ, મિશન એજ્યુકેશન, મહિલા સશક્તિકરણ સહિતના કાર્યોથકી સમાજના વિકાસ માટે પ્રયત્નો કરાય છે. ત્યારે સુરેન્દ્રનગરના માનવ ધર્મ આશ્રમ દ્વારા 2 દિવસીય સદભાવના સંમેલનનું 19 અને 20 એપ્રિલ દરમિયાન આયોજન કરાયું છે. આથી ભક્તિનંદન સર્કલ 80 ફુટરોડ પાણીની ટાંકી પાસેના મેદાનમાં કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રથમ દિવસે સતપાલજી મહારાજ ઉપસ્થિત રહી પટેલ સોસાયટી રતનપરમાં નવા સંસ્થાનનું ઉદઘાટન કરશે.

ત્યારબાદ 2 દિવસ દરમિયાન સંતોના પ્રવચન, ભજન, મહાપ્રસાદ, ચિકિત્સાશિબિ સહિત કાર્યક્રમ યોજાશે. જેમાં ગુજરાત રાજ્ય સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી સંતો અને લોકો ઉપસ્થિત રહેશે. આ આયોજનને સફળ બનાવવા ગુજરાત પ્રભારી આદિનાબાઇજી, સુલેખાબાઇજી, સુમિતાબાઇજી, બાલક્રિષ્નમહારાજ સિહત માનવધર્મ આશ્રમ સુરેન્દ્રનગર પરીવાર પ્રયાસ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માનવ ધર્મ સંસ્થાના સંસ્થાપક સતપાલજી મહારાજના સાનિધ્યમાં સુરત શાખા હંસમુક્તિધામે મિશન એજ્યુકેશન અભિયાનના ભાગરૂપે જરૂરીયાતમંદ બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા 2 અને 3 ડિસેમ્બર 2018નારોજ 24 કલાકમાં 30 સ્કુલોના 16385 બાળકોને 16404.53 કિલો શૈક્ષણીક કીટ 380 કાર્યકરોએ 24 કલાકમાં વિતરણ કરતા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...