તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસ.ટી. ડ્રાઇવરને ધમકી આપી બસના કાચ ફોડયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર વેળાવદર રૂટની બસ લઇને તા. 15ના રોજ સાંજે એસ.ટી. ડ્રાઇવર રૂપસિંહ ભવાનસિંહ રાઠોડ જતા હતા. ત્યારે રૂપાવટી ગામના રસ્તે રસ્તા પર કાર આડી રાખી વેળાવદરનો ધર્મરાજ ઉર્ફે ભુરીયો મફાભાઇ પંચાલ બેઠો હતો. આથી એસ.ટી. બસના ડ્રાઇવરે કાર સાઇડમાં લેવાનું કહેતા મામલો બીચકયો હતો. જેમાં ધર્મરાજે બસના ડ્રાઇવર રૂપસિંહ રાઠોડને જાનથી મારી નાંખવાની ધમકી આપી એસ.ટી. બસના આગળના કાચને નુકશાન પહોંચાડયુ હતુ. આ બનાવની જોરાવરનગર પોલીસમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઇ એસ.એસ.વરૂ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...