સુરેન્દ્રનગર અંડરબ્રીજ પાસે બે દુકાનોમાં તસ્કરો ત્રાટકયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર અંડરબ્રીજ પાસે આવેલી બે દુકાનોમાં ગુરૂવારે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા. ફટાકડા અને હેર આર્ટની દુકાનોમાં પડેલા તસ્કરોને ખાસ કંઇ હાથ લાગ્યુ ન હતુ. એ ડીવીઝન પોલીસને જાણ કરાતા પોલીસે આવી તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરમાં ગુરૂવારે રાત્રે વરસતા વરસાદમાં તસ્કરો પણ સક્રિય બન્યા હતા. રાતના સમયે અંડરબ્રીજ પાસે આવેલી અલ્કેશભાઇ ગોસલિયાની ફટાકડાની દુકાન અને નીરવભાઇ કારેલિયાની ચેમ્પસ હેર આર્ટમાં તસ્કરો ઉપરનું પતરાનું છાપરૂ તોડીને પડયા હતા. હેર આર્ટની દુકાનમાં તો કાંઇ હાથ લાગ્યુ ન હતુ. પરંતુ ફટાકડાની દુકાનમાંથી થોડો સામાન ચોરાયો હોવાનું દુકાનના માલીક અલ્કેશભાઇએ જણાવ્યુ હતુ. છાપરૂ તુટતા વરસાદી પાણી દુકાનમાં જતા ફટાકડાના સામાનને ભારે નુકશાન ગયુ હતુ. વેપારીઓએ બપોરના સમયે એ ડીવીઝન પોલીસ મથકે જાણ કરી હતી. આથી એ ડીવીઝન પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે જઇ તપાસ કરી હતી અને ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી હતી .

અન્ય સમાચારો પણ છે...