તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂળીના ધર્મેન્દ્રગઢ મારામારી કેસના 6 આરોપીઓ ઝડપાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂળી તાલુકાના ધર્મેન્દ્રગઢ ગામે બનેલ મારામારીના બનાવના છ આરોપીઓ ફરાર હતા. આ આરોપીઓ સુરેન્દ્રનગરમાં હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે તેમને ઝડપી લઇ એ ડીવીઝન પોલીસના હવાલે કર્યા છે.

મૂળીના ધર્મેન્દ્રગઢ ગામે 20 દિવસ પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. આ બનાવના ફરાર આરોપીઓને ઝડપી લેવા જિલ્લા પોલીસ વડાએ કડક આદેશો કર્યા હતા. આ દરમિયાન આરોપીઓ સુરેન્દ્રનગરના ટાગોર બાગ પાસે હોવાની માહિતી મળતા એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલની સુચનાથી પીએસઆઇ વી.આર.જાડેજા સહિતનાઓએ ટાગોર બાગ પાસે દરોડો કર્યો હતો. જેમાં 60 વર્ષીય ભુપતભાઇ રામુભાઇ ઝરવરીયા, 50 વર્ષીય ભાવાભાઇ રામુભાઇ ઝરવરીયા, 45 વર્ષીય કરશનભાઇ રામુભાઇ ઝરવરીયા, 27 વર્ષીય પ્રવિણ ઉર્ફે અરવિંદભાઇ ભાવાભાઇ ઝરવરીયા, 23 વર્ષીય વહાણભાઇ બચુભાઇ ઝરવરીયા, 20 વર્ષીય દેવરાજભાઇ બચુભાઇ ઝરવરીયા ઝડપાયા હતા. આશખ્સોને એ ડીવીઝન પોલીસના હવાલે કરી કાર્યવાહી હાથ ધરાઇ છે.

LCBએ ઝડપી એ ડિવિઝનને હવાલે કર્યા

અન્ય સમાચારો પણ છે...