સાયલા હત્યા કેસ : હત્યારો લીંબડીથી કારમાં ગોઠવાયો હતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાયલા પાસેથી નિવૃત ડે.ડાયરેકટની હત્યા કરાયેલી લાશ મળવાના કેસમાં પોલીસને હત્યારા સુધી પહોચવાની મહત્વની કડી હાથ લાગી છે. લીંબડી નાસ્તો કરવા માટે વૃદ્ધ ઉભા રહયા હતા. જયાંથી તેમની સાથે વાતચીત કરીને એક શખ્સ ગાડીમાં સાથે બેઠો હોવાની વિગતો સીસીટીવી ફુટેજના આધારે મળી હતી.

અમદાવાદ રહેતા અને જુનાગઢના વતની નિવૃત કૃષિ વિભાગના ડે.ડાયરેકટર ગુણવંતરાય ઇચ્છાશંકર ભટ્ટ (84)ની તા.6 મેના રોજ સવારે સાયલા સર્કલ પાસેથી કારમાં ગળુ કાપી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી. જે અંગે ડીએસપી મહેન્દ્રકુમાર બગડીયા, એલસીબી પીઆઇ ડિ.એમ.ઢોલ તથા પીઆઇ આર.ડી.પરમાર સહિતની ટીમે તપાસ હાથ ધરતાં લીંબડી ઓનેસ્ટ હોટલના ફુટેજમાં ગુણવંતરાય લીંબડી સુધી એકલા જ આવ્યા હતા. ઓનેસ્ટ હોટલમાં તેઓ નાસ્તો કરવા માટે ઉભા રહયા હતા.જયા તેમની સામેના ટેબલ ઉપર પણ એક શંકાસ્પદ શખ્સ નાસ્તો કરતો હતો. ગુણવંતરાય નાસ્તો કરીને પોતાની કાર પાસે જાય છે ત્યારે આરોપી તેમની પાસે આવીને વાતો કરવા લાગે છે. બાદમાં ગુણવંતરાય બાજુની સીટમાં બેસી જાય છે અને તે કારની ડ્રાઇવરની સીટ પર બેસી જાય છે. ત્યાર બાદ કાર સાયલા તરફ મારી મુકે છે. સાયલા આવીને તેણે વખતપર તરફ ગાડી હાકી મુકી હતી. જ્યાંથી પરત ફરીને ગામડાઓમાં ફરીને કાર સાયલા સર્કલ પાસે મુકી દિધી હતી.

શંકમદે સાયલા સર્કલે કાર મુક્યા બાદ લોહીના ડાઘવાળા કપડાં બદલ્યાં

હત્યા કેસ ઉકેલવા માટે મથતી પોલીસે સાયલા કપડાંની દૂકાનમાં શાલ ઓઢીને આવેલા શખ્સ શકમંદ પર શંકા હોવાનું જણાવે છે.

સાયલા પહોંચતા પહેલા હત્યા થયાની શંકા
શકમંદે ડે.ડાયરેકટરની કારમાં લીંબડી અને સાયલા વચ્ચે હત્યા કરી નાખી હશે. કારણ કે તેણે સાયલા પહોચીને કાર વખતપર ગામ તરફ વાળી લીધી હતી. જો વૃધ્ધ જીવતા હોય તો બીજા રસ્તા તરફ વાળતાની સાથે દેકારો કરે તે સ્વાભાવીક છે. વખતપર તરફ કાર મૂકવાની તને તક ન મળતાં કાર સર્કલ પાસે મુકી દીધી હોય તેમ પોલીસનું માનવુ છે.

શંકાસ્પદ ક્યાંથી ક્યાં ગયો?
શંકાસ્પદ આરોપી લીંબડી ઓનેસ્ટ હોટલથી ડાયરેક્ટરની ગાડીમાં બેઠો હતો. રસ્તામાં તેમની હત્યા કરી બાદમાં વખતપર ગામ તરફ ગાડી ગઇ ગયો. જ્યાંથી પરત આવ્યો અને સાયલા સર્કલ પાસે લાશ સાથે ગાડી મુકી દીધી ત્યાંથી સાયલાની દુકાનમાં કપડા બદલાવી રીક્ષા કરી મુળી આવ્યો હતો. જ્યાંથી આરોપી ફરાર થઇ ગયો.

અન્ય સમાચારો પણ છે...