તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર બહુજન ક્રાંતિ મોર્ચાના કાર્યકરો દ્વારા સંવિધાનની સુરક્ષા, લોકતંત્રને

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર બહુજન ક્રાંતિ મોર્ચાના કાર્યકરો દ્વારા સંવિધાનની સુરક્ષા, લોકતંત્રને બચાવવા માટે આર્થિક આધારીત અનામત, 13 રોસ્ટર પદ્ધતિ લાગુ કરવા સહિતના મુદ્દાઓને લઇને જેલભરો આંદોલન કરાશે. જેમાં જિલ્લાભરના અંદાજે 150થી વધુ કાર્યકરો જોડાશે.

બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા સંવિધાન બચાવો લોકતંત્ર બચાવો અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 26 ફેબ્રુઆરીએ જેલભરો આંદોલન કરાશે. જેમાં સુરેન્દ્રનગર બહુજન ક્રાંતિ મોર્ચા દ્વારા પણ જિલ્લા પોલીસની કચેરીએ જઇ દેખાવો કરી ધરપકડ વહોરવામાં આવશે.

આ અંગે બહુજન મોર્ચાના અમૃતભાઇ મકવાણાએ જણાવ્યું કે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ પણ પેપર ટ્રેલ રિકાઉન્ટીંગ લાગુ નથી કરાયું, સંવિધાનના વિરોધમાં 10 ટકા આર્થિક અનામત, યુનિવર્સિટીઓમાં 13 રોસ્ટર પોઇન્ટ પધ્ધતિ લાગુ કરવા, લઘુમતિઓ માટે કન્મ્યુનલ વાયોલન્સ પ્રિવેન્શન એક્ટ ન બનાવવા સહિતના મુદ્દાઓને લઇને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી ધરપકડ વહોરવામાં આવશે અને આ કાર્યક્રમમાં જિલ્લાભરના કાર્યકરો જોડાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો