તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવદના ખારીવાડીમાં પશુ પક્ષીઓને ખવડાવવાનો સેવાયજ્ઞ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

હળવદના ખારીવાડી વિસ્તારમાં એક વર્ષથી ખારીવાડી વિસ્તારના વડિલોના ગૃપ દ્વારા સ્વખર્ચે જીવદયા માટે સેવાયજ્ઞ ચલાવાઇ રહ્યો છે. જેમાં દર અમાસ, પુનમ, અગીયારસ નિમિત્તે ભુખ્યા પશુઓ માટે ખડવડાવવા માટે 10 કિલો તેલ, 22 કિલો લોટ, 12 કિલો ગોળ સહિતના સામાનથી લાડુ, લાપસી બનાવી ગૃપના 20 સભ્યો દ્વારા શહેરના વિવિધ વિસ્તારના પશુ, પક્ષીઓને ખવડાવવામાં આવે છે. જ્યારે પક્ષીઓ માટે દરરોજ 5 કિલો ચણની વ્યવસ્થા કરી શહેરના વિવિધ વિસ્તારના પશુઓ અને પક્ષીઓને વિતરણ કરાય છે. આ અંગે વિસ્તારના સેવાભાવી રજનીભાઇ પરીખ, ચતુરભાઇ દલવાડી, બી.ટી.દલવાડી, કેશવભાઇ, થોભણભાઇ સહિતનાઓએ જણાવ્યુ કે એકવાર ગામમાં યોજાયેલ કથામાં પશુપક્ષીને ખવડાવવાના મહાત્મય વિષે જાણના આ કાર્યમાટે પ્રેરણા મળી હવે અમારી હયાતી છે ત્યાં સુધી આ કાર્ય ચાલુ રાખીશુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો