તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્ર જનતા ટ્રેનમાં બેસુધ મળી આવેલી મહિલાનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરથી બાંદ્રા જતી સૌરાષ્ટ્ર જનતા ટ્રેન સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને આવતા મહિલા કોચમાં એક મહિલા બેશુધ્ધ હાલતમાં હોવાની જાણ રેલવે પોલીસને થઇ હતી. આથી રમેશભાઇ પનારીયા સહિતનાઓએ ધસી જઇ મહિલાને સારવાર માટે શહેરની ગાંધી હોસ્પિટલ ખસેડી હતી. જેમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયુ હતુ. મહિલા પાસેથી કોઇ ઓળખના પુરાવા કે ટીકીટ મળી આવી ન હતી. માત્ર હાથ ઉપર હિન્દીમાં ઉર્મીલા અને હનુમાનજી ત્રોફાવેલ હતા. હાલ મહીલાની લાશને કોલ્ડરૂમમાં રાખી વધુ તપાસ રેલવે પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...