જિલ્લામાં સંત શિરોમણિ રવિદાસ જયંતી ઉજવાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી સમગ્ર પાટડી નગરમાં સંત રવિદાસ જયંતી નિમીત્તે શોભાયાત્રા નીકળી હતી. જેમાં દરેક સમાજના લોકો મોટીસંખ્યામાં આસ્થાભેર જોડાયા હતા. જ્યારે વઢવાણમાં પણ શોભાયાત્રા, સંતવાણી યોજાઇ હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 9-2-2020 રવિવાર મહાસુદ પૂનમે સંતશિરોમણી સદ્દગુરૂ રોહિદાસબાપુની જન્મજયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વઢવાણ સમસ્ત વઢવાણ રોહિદાસ યુવાગ્રુપ અને વડીલ પંચ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ. જેમાં વઢવાણ રોહિદાસ મંદિરથી દોદરકોઠા સુધી શોભાયાત્રા નીકળતા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જ્યારે રાત્રે સંતવાણી યોજાતા હકાભા ગઢવી, જગદીશભાઈ પરમાર, જયેશભાઇ સોલંકી, ભરત મહારાજ, સતીષ રામાનુજ અને રવિ પરમાર તેમજ તેમના કલાવૃંદે ભજનોની રમઝટ બોલાવી હતી.જ્યારે પાટડી ખાતે સંત રવિદાસ જયંતિ નિમિત્તે મુખ્ય બજાર, વિજય ચોક, પાંચહાટડી, દરબારી ચોક અને ચાર રસ્તે ગાંધીજીના બાવલે થઇ તમામ મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અને છેલ્લે ડૉ.બાબાસાહેબની પ્રતિમા સ્થાને આરતી,બૌદ્ધિક અને પ્રસાદ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો. આ શોભાયાત્રા સહિતના તમામ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સંપૂર્ણ હિન્દુ સમાજ જોડાયો હતો.સંત રવિદાસ અને તેમના શિષ્યા મીરાબાઈના જીવન પરથી સામાજિક સમરસતાનો સંદેશ સમાજને પ્રાપ્ત થયો હતો. અને કોઇપણ વ્યક્તિ જન્મથી નહી પરંતુ કર્મથી મહાન છે એ રીતે જીવનમાં આચરણમાં મુકવાનો વિષય બને તે પ્રકારના વિષય મુકવામાં આવ્યા હતા.કાર્યક્રમ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પ્રેરિત અને સામાજિક સમરસતા સમિતી પાટડી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

શોભાયાત્રા, સંતવાણી, બટુકભોજન સહિતના કાર્યક્રમો ધામધૂમથી યોજાયા

_photocaption_પાટડીમાં સંત રવિદાસ જયંતિ નિમીત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, વઢવાણ રોહિદાસ મંદિરે સંતવાણી યોજાઇ હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...