તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માલવણ હાઇવેથી રૂ. 2.30 લાખ દારૂનો જથ્થો જપ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનથી ઝાલાવાડ પથંકમાં ઠલવાતા દારૂનો જથ્થો બજાણા પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં માલવણ હાઇવેથી નીકળેલી કારનો બજાણા પોલીસે પીછો કર્યો હતો. ત્યારબાદ ઇંગ્લિશ દારૂની 2364 બોટલો અને કાર મળી કુલ રૂ. 7.50 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનના આરોપીને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.

રાજસ્થાનથી ઝાલાવાડ પથંકમાં બેફામ રીતે ઇંગ્લિશ દારૂના જથ્થો ઠલવાતો હોવાની બુમરાણ ઉઠી છે. જેમાં બજાણા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે બજાણા માલવણ હાઇવે પર છટકું ગોઠવ્યું હતુ. બજાણાથી માલવણ તરફ શંકાસ્પદ હાલતમાં નીકળેલી કારને આંતરવા છતાં ગાડી ઊભી રહી ન હતી. આ ગાડીનો પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી માલવણ પાસે આંતરતા ગાડીમાંથી 2,304 બોટલો નંગ કિંમત રૂ. 2,30,400, પાર્ટી સ્પેશ્યલ બોટલો નંગ-60 કિંમત રૂ. 18000, મોબાઇલ નંગ-1, કિંમત રૂ. 1000 અને ઝાયલો કાર કિંમત રૂ. 5,00,000 મળી કુલ રૂ. 7,49,400ના મુદામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...