તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રતનપર વોર્ડ નં.9-10માં રોડ બનાવવાની કાર્યવાહી શરૂ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગરના વિવિધ વોર્ડના શેરી અને સોસાયટીઓમાં પાણીની લાઇન તથા ભૂગર્ભ ગટરની લાઇનો નાખવા માટે રસ્તા ખોદણી નખાતા રસ્તાઓ બિસમાર બની ગયા હતા. ત્યારબાદ ચોમાસામાં સતત વરસેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોના રસ્તાઓ ઉબડખાબડ બની જતાં વાહનચાલકો અને રાહદારીઓ ને રસ્તા પરથી પસાર થવામાં પરેશાનીનો અને રસ્તા પર ઉડતી ધૂળના કારણે વાહનચાલકો, રાહદારીઓ અને વેપારીઓ પરેશાની અંગે પાલિકામાં રજૂઆતો કરાઇ હતી.

જે ધ્યાને લઇ રતનપરના વોરડ નં.9 અને 10ના 34 નંબરથી રામેશ્વર ટાઉનશિપ સુધી સાઇડ કટીંગ કરી ડામર રોડ બનાવવાની કામગીરી પ્રારંભ કરાઇ છે. આ અંગે પાલિકા પ્રમુખ બિપીનભાઇ ટોલિયાએ જણાવ્યુ વિવિધ વિસ્તારોમાં બિસમાર રસ્તાથી થી પરેશાની અંગે લોક ફરીયાદ ધ્યાને લઇ સરકારમાં ગ્રાન્ટ ફાળવવા માટે રજૂઆત કરતા રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. આથી હાલ શહેરના મુખ્ય રસ્તાનું નવીનીકરણ કરવાની કામગીરી શરૂ કરાઇ છે ટંૂક સમયમાં જ શહેરના તમામ બિસમાર રસ્તાને યોગ્ય કરવામાં આવશે જેથી લોકોની સમસ્યા દુર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો