સુરેન્દ્રનગરની સરકારી કોલેજમાં ધાર્મિક લખાણવાળી ટાઇલ્સ દૂર કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરની સરકારી કોલેજમાં યુરીનલ તરફ જવાના રસ્તે લગાવેલી ટાઇલ્સ પર અરબી અને ઉર્દુ ભાષામાં કુરાને શરીફની આયાતો લખેલી હોવાની વાતથી મુસ્લિમ સમાજની લાગણી દુભાઇ છે. ગુરૂવારે મુસ્લિમ સમાજના લોકોએ બી ડીવીઝન પોલીસ મથકે લેખિત રજૂઆત કરી ટાઇલ્સો દૂર કરવા માંગ કરી છે.

સુરેન્દ્રનગરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ઉપરના માળે યુરીનલ આવેલુ છે. આ યુરીનલ તરફ જવાના રસ્તે લગાવેલી ટાઇલ્સમાં અરબી અને ઉર્દુ ભાષામાં મુસ્લીમ સમાજના પવિત્ર ગ્રંથ કુરાને શરીફની આયાતો લખેલી છે.

આથી મુસ્લિમ સમાજની લાગણી દુભાયાની વાત સાથે અશરફભાઇ આદમભાઇ કોઠારીયા સહિતના યુવાનો અને વિદ્યાર્થીઓએ બી ડીવીઝન પોલીસ મથકે લેખીત રજૂઆત કરી હતી. યુરીનલના પાણી ટાઇલ્સો પર ફરી વળતા ધાર્મિક લાગણી દુભાય છે. આથી ટાઇલ્સ તાકિદે હટાવવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...