તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડી તાલુકામાં વર્ષ 2017માં અતિવૃષ્ટીના કારણે થયેલા નુકસાનનું વળતર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

લીંબડી તાલુકામાં વર્ષ 2017માં અતિવૃષ્ટીના કારણે થયેલા નુકસાનનું વળતર આજ દિવસ સુધી વિમાકંપની દ્વારા ચૂકવવામાં ન આવતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અને ખેડૂતોએ અંતે ન્યાય માટે ગ્રાહક સુરક્ષા કોર્ટના દ્વાર ખખડાવ્યા છે જેમાં આણંદપરના 40 ખેડૂતોએ બેંક અને વિમાકંપની વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

લીંબડી તાલુકામાં વર્ષ 2017માં અતિવૃષ્ટીએ તારાજી સર્જતા અનેક ખેડૂતોના ઉભા પાકનો સોથ વળી ગયો હતો. ખેડૂતોએ બેંકોમાંથી પાક ધિરાણ લેતા સમયે પાકવીમાનું પ્રિમિયમ ભર્યું હોવાથી ખેડૂતોને નુકસાનીનું વળતર મળશે તેવી આશા હતી. પરંતુ આણંદપર ગામના ખેડૂતોને આજ દિવસ સુધીમાં તંત્રમાં અનેકવાર લેખિત અને મૌખીર રજૂઆતો કરવા છતાં કોઇ જ વળતર ન ચૂકવાતા રોષે ભરાયેલા ખેડૂતો વળતર મેળવવા અંતે ગ્રાહક સુરક્ષા કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આણંદપરના 40 ખેડૂતો પાકવિમાનું પ્રિમિયમ ભરવા છતાં વળતર ન મળતા બેંક અને વીમાકંપની બંને વિરૂદ્ધ સુરેન્દ્રનગર ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ દાખલ કર્યો છે. આ અંગે ખેડૂત શાંતિભાઇ પટેલે જણાવ્યું કે અમારા ખેતરો નીચાણવાળા વિસ્તારમાં હોવાથી તમામ ખેડૂતોનો 100 ટકા પાક નિષ્ફળ ગયો છે તેમ છતાં વીમાકંપની દ્વારા વળતર ચૂકવવામાં ગલ્લાતલ્લા કરવામાં આવે છે અને બેંકના અધિકારીઓ દ્વારા પણ કોઇ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી આથી નાછુટકે ન્યાય મેળવવા માટે કોર્ટમાં કેસ કરવો પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો