તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રતનપરમાં જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રતનપરના સોમનાથ ચોકમાં વરલી મટકાના જુગાર અંગે એલસીબી ટીમે દરોડો કર્યો હતો. જેમાં વરલી મટકાના આંક ફેરનો જુગાર રમાડતા ઘનશ્યામભાઇ પ્રતાપભાઇ જાદવને 2250 રોકડા સાથે ઝડપી લઇ જોરાવરનગર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. જિલ્લામાં દારૂ જુગારની બદી ઘર કરી ગઈ છે. જિલ્લાના નાના ગામોમાં પણ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. ત્યારે દારૂ જુગારની પ્રવૃતિનો નાશ કરવા માટે જિલ્લા પોલીસ દ્વારા અપાયેલા આદેશને પગલે સ્થાનિક પોલીસ સક્રિય બની છે અને દરોડા કરી જુગાર સહિતની પ્રવૃતિ પકડી લઈ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...