તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બામણબોર નજીક ટ્રકની ટક્કરે રાજકોટના બે પદયાત્રીના મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ રહેતા બે પદયાત્રીઓ ચોટીલા માતાજીના દર્શને આવતા હતા. આ દરમિયાન બામણબોર નજીક અજાણ્યા ટ્રકે બંનેને અડફેટે લેતા મોત થયા હતા. બનાવનો ગુનો નોંધી વધુ તપાસ વાંકાનેર પોલીસ કરી રહી છે.

રાજકોટ અંધજન કલ્યાણ મંડળ વિસ્તારમાં રહેતા 23 વર્ષના વિજયભાઈ જગદીશભાઈ કણઝરીયા તેમજ 23 વર્ષના રવિભાઈ મેરાભાઈ ડાંગર રાજકોટથી ચોટીલા માતાજીના દર્શન કરવા પગપાળા નીકળ્યા હતા. ધીરે ધીરે ચાલીને ચોટીલા તરફ આવતા બામણબોર નજીક પહોંચતા પૂરપાટ આવેલા અજાણ્યા ટ્રકે બંને પદયાત્રીઓને અડફેટે લઇને નાસી છૂટ્યો હતો. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા વિજયભાઈ અને રવિભાઈના ઘટના સ્થળેથી ચોટીલા 108 દ્વારા સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.પરંતુ ડોકટરે બંને પદયાત્રીઓને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પરિવારજનોને આ ઘટનાની જાણ થતા શોકનો માહોલ છવાઇ ગયો હતો.

છેલ્લા ચાર દિવસમાં ચોટીલા હાઇવે પર વાહનઅડફેટે ત્રણ લોકોના મોત થતા રાહદારીઓ અને યાત્રીઓમાં પણ પૂરપાટ આવતા વાહનચાલકો સામે રોષ ફેલાયો હતો. પદયાત્રી વિજયભાઈ અને રવિભાઈના મોતના બનાવમાં રાજકોટના જયદીપભાઈ જયેશભાઈ વાણિયાએ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. બેફામ દોડતાં વાહનોને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો નોંધાયો છે. ત્યારે પદયાત્રી માટે અલગથી વ્યવસ્થા કરાય તેવા માગણી નાગરિકો કરી રહ્યા છે.

મૃતક : વિજયભાઈ, રવિભાઈ

અન્ય સમાચારો પણ છે...